Magvu Shu Aap Kane

માંગવું શું આપ કને

માંગવું શું આપ કને એ ના અમે જાણીએ
આપ જે સ્વરૂપ થયા એ જ સ્વરૂપ માંગીએ (૨)
ત્રિકરણની વિરલ સહજતા એ આપની
કેવળદર્શનની અહો સહજતા એ આપની (૨)
મન વચન કાયાની સહજતા એ માંગીએ (૨)
આપ જે સ્વરૂપ થયા
સંસારી વૃતિમાં સહુ દુઃખનું મૂળ જાણ્યું
નિજવૃતિમાં રહી આત્મા સુખ માણ્યું (૨)
આપની જે વૃતિ રહી એ જ વૃતિ માંગીએ (૨)
આપ જે સ્વરૂપ થયા
ખોખાં સ્વરૂપે જગ ક્ષણ પણ ના જોયું
શુદ્ધાત્મા સ્વરૂપે જ વિશ્વ બધું જોયું (૨)
આપની જે દષ્ટિ રહી એ જ દષ્ટિ માંગીએ (૨)
આપ જે સ્વરૂપ થયા
પર ભાવ છોડી બધા થયા છો સ્વ ભાવી
મોક્ષ સ્વરૂપ થયા આપ સ્વ ભાવ ભાવી (૨)
આપની જે સ્વ ભાવ થયા એ જ ભાવ માંગીએ (૨)
આપ જે સ્વરૂપ થયા
દાદાઈ જ્ઞાન વિના કશું નહીં કામનું
શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર સુખ આપનું (૨)
એ જ જ્ઞાન દર્શન ચારિત્ર સુખ માંગીએ
આપ જે સ્વરૂપ થયા



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link