Gnan Lai Ne

જ્ઞાન લઈને થયો આત્માનો આનંદ
કેવી સુંદર થઈ આ અમારી દશા
દાદા ભગવાનની વરસે અદ્ભુત કૃપા
ભાગે ચિંતા બધી ભાગે દુખડા બધા
જ્ઞાન લઈને થયો આત્માનો આનંદ
કેવી સુંદર થઈ આ અમારી દશા

શું છે સ્વસ્વરૂપ સમજાવી દીધું
શું છે સ્વસ્વરૂપ સમજાવી દીધું
જ્ઞાનમાર્ગથી મોક્ષ બીજ વાવી દીધું બીજ વાવી દીધું
કહીએ શું કોઈને આ અનુભવ વિશે
ક્યારે આવી નથી અમને આવી મજા
જ્ઞાન લઈને થયો આત્માનો આનંદ
કેવી સુંદર થઈ આ અમારી દશા
દાદા ભગવાનની વરસે અદ્ભુત કૃપા
ભાગે ચિંતા બધી ભાગે દુખડા બધા

પાંચ આજ્ઞા કવચ પહેરાવી દીધું
પાંચ આજ્ઞા કવચ પહેરાવી દીધું
જ્ઞાનમાં સ્થિર રહેતા બતાવી દીધું બતાવી દીધું
મોક્ષે જઈશું હવે જ્ઞાનને સમજીને
સમતા ભાવે પૂરા કરી હિસાબો બધા
જ્ઞાન લઈને થયો આત્માનો આનંદ
કેવી સુંદર થઈ આ અમારી દશા
દાદા ભગવાનની વરસે અદ્ભુત કૃપા
ભાગે ચિંતા બધી ભાગે દુખડા બધા
જ્ઞાન લઈને થયો આત્માનો આનંદ
કેવી સુંદર થઈ આ અમારી દશા



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link