Thao Galan

થાઓ ગલન હે પરમાણુઓ
થાઓ ગલન હે પરમાણુઓ થાઓ ગલન
મુક્તાત્માને મુક્ત કરો તોડો હવે સર્વ બંધન
થાઓ ગલન હે પરમાણુઓ થાઓ ગલન
મુક્તાત્માને મુક્ત કરો તોડો હવે સર્વ બંધન
ખૂણે ખૂણે ખળભળતાં ભાળ્યાં મેં તમને
ખૂણે ખૂણે ખળભળતાં ભાળ્યાં મેં તમને
હું વીતરાગ તમ વીતરાગ
હું વીતરાગ તમ વીતરાગ
પછી શું વળગે
પછી શું વળગે
થાઓ ગલન હે પરમાણુઓ થાઓ ગલન
મુક્તાત્માને મુક્ત કરો તોડો હવે સર્વ બંધન

કે ભવે કરી ન્હોતી આપની મેં સ્વાગતા
ધરાઓ હવે લ્યો વિદાયી મુજથી શાશ્વતા
વિનવું શ્રદ્ધાંજલિ કરું સર્વને અર્પણ
જોવા મુખ ફરી અહીં નહીં મલે દર્પણ
નહીં મલે દર્પણ
થાઓ ગલન હે પરમાણુઓ થાઓ ગલન
મુક્તાત્માને મુક્ત કરો તોડો હવે સર્વ બંધન

સર્વજ્ઞ ની નિશ્રામાં રક્ષિત સમકિતી હું
સીમંધરી કલ્યાણી મિશનમાં અર્પીત હું
શું મજાલ હે મિશ્ર પરમાણુઓ તુજ હવે
ત્યક્તને શું ગ્રહે હે પુદગલ શાને સતવે
હે પુદગલ શાને સતવે
થાઓ ગલન હે પરમાણુઓ થાઓ ગલન
મુક્તાત્માને મુક્ત કરો તોડો હવે સર્વ બંધન

શાને છંછેડે છું વીતરાગ તેથી મને
જો હું વિફરું બાપોય બચાવે નહીં કોઈ તને
અનંત શક્તિ લેશ્યા યજ્ઞ મહા સમભાવ
એ મુજ શસ્ત્રથી છેદીશ પુદગલ પ્રાણ
છેદીશ પુદગલ પ્રાણ
થાઓ ગલન હે પરમાણુઓ થાઓ ગલન
મુક્તાત્માને મુક્ત કરો તોડો હવે સર્વ બંધન

સમજી જા સાનમાં સર્વજ્ઞ ના માનમાં
તું હું રહો નિજ નિજ સ્વભાવ તાનમાં
અલવિદા પુદગલ પરમાણુને સદા
દાદાનું હૃદય કુંજ એ જ મારી અદા
એ જ મારી અદા
થાઓ ગલન હે પરમાણુઓ થાઓ ગલન
મુક્તાત્માને મુક્ત કરો તોડો હવે સર્વ બંધન
ખૂણે ખૂણે ખળભળતાં ભાળ્યાં મેં તમને
ખૂણે ખૂણે ખળભળતાં ભાળ્યાં મેં તમને
હું વીતરાગ તમ વીતરાગ
હું વીતરાગ તમ વીતરાગ
પછી શું વળગે
પછી શું વળગે
થાઓ ગલન હે પરમાણુઓ થાઓ ગલન
મુક્તાત્માને મુક્ત કરો તોડો હવે સર્વ બંધન

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link