Raksha Karo Raksha Karo

રક્ષા કરો

રક્ષા કરો રક્ષા કરો રક્ષા કરો અહો જ્ઞાની તણી રે
દશે દિશાએ
દશે દિશાએ
દશા પામ દશા પામ દશા પામ મહાવીર કરી જગકલ્યાણ
એ જ આશાએ
એ જ આશાએ
વાળ ન વાંકો થાય તુજ છું કોમળ સુકુમાર
વાળ ન વાંકો થાય તુજ છું કોમળ સુકુમાર
વળી જગ છે વજ્ર કઠોર શેં સહે પાષાણી માર
વળી જગ છે વજ્ર કઠોર શેં સહે પાષાણી માર
રક્ષા કરો રક્ષા કરો રક્ષા કરો અહો જ્ઞાની તણી રે
દશે દિશાએ
દશે દિશાએ

કષ્ટો સદાય કંપી ઊઠે જ્યાં જ્ઞાની ની અમી દષ્ટિ પડે
જ્યાં જ્ઞાની ની અમી દષ્ટિ પડે
જળકમળવત્ થાય જ્ઞાની મારો જ્યાં મછરાં આવી અડે
જ્યાં મછરાં આવી અડે
દાદાની એના જ્ઞાનની ને વળી મહાત્માની રાખજે લાજ
દાદાની એના જ્ઞાનની ને વળી મહાત્માની રાખજે લાજ
જીવમાત્ર કલ્યાણની જવાબદારી છે શીરે તુજ આજ
જીવમાત્ર કલ્યાણની જવાબદારી છે શીરે તુજ આજ
રક્ષા કરો રક્ષા કરો રક્ષા કરો અહો જ્ઞાની તણી રે
દશે દિશાએ
દશે દિશાએ

તૂટે આભ કે ફાટે ધરા તોય ન મૂકજે હેઠા હાથ
તોય ન મૂકજે હેઠા હાથ
નીરુમા તણી મંગળકામના રહેશે સદાય તુજ સાથ
રહેશે સદાય તુજ સાથ
સર્વજ્ઞ જ્ઞાની દાદા તણા કર કમળ છે તુજ શિરે
સર્વજ્ઞ જ્ઞાની દાદા તણા કર કમળ છે તુજ શિરે
શું છે મજાલ કર્મો તણી કે તને કદી હેરાન કરે
શું છે મજાલ કર્મો તણી કે તને કદી હેરાન કરે
રક્ષા કરો રક્ષા કરો રક્ષા કરો અહો જ્ઞાની તણી રે
દશે દિશાએ
દશે દિશાએ

ઝળહળાવજે તું જગ ખૂણે ખૂણે જ્ઞાનપ્રકાશ મશાલ
જ્ઞાનપ્રકાશ મશાલ
વહાવજે ઝરણું દિવ્ય પ્રેમનું કર જીવોને ખુશહાલ
કર જીવોને ખુશહાલ
તું બનજે દર્પણ આત્મા તણો દાદા આશિષ તુજ સાથ
તું બનજે દર્પણ આત્મા તણો દાદા આશિષ તુજ સાથ
માર્ગ અવળો ગ્રહ્યો કરાવજે સવળી તું ચાલ હવે
માર્ગ અવળો ગ્રહ્યો કરાવજે સવળી તું ચાલ હવે
રક્ષા કરો રક્ષા કરો રક્ષા કરો અહો જ્ઞાની તણી રે
દશે દિશાએ
દશે દિશાએ

આજ રક્ષા બાંધે પ્રેમે સર્વ દેવો તુજ કાજ
સર્વ દેવો તુજ કાજ
બનો સરળ માર્ગ તુજ એ જ હૃદયની અભિલાષ
એ જ હૃદયની અભિલાષ
દિલની છેલ્લી એક ભાવના બની જા ઝટ તું નિર્ગ્રંથ
દિલની છેલ્લી એક ભાવના બની જા ઝટ તું નિર્ગ્રંથ
સર્વ ગ્રંથી અર્પણ કરી દઈ ગ્રહી લે તું સિદ્ધનો પંથ
સર્વ ગ્રંથી અર્પણ કરી દઈ ગ્રહી લે તું સિદ્ધનો પંથ
રક્ષા કરો રક્ષા કરો રક્ષા કરો અહો જ્ઞાની તણી રે
દશે દિશાએ
દશે દિશાએ
દશા પામ દશા પામ દશા પામ મહાવીર કરી જગકલ્યાણ
એ જ આશાએ
એ જ આશાએ
વાળ ન વાંકો થાય તુજ છું કોમળ સુકુમાર
વાળ ન વાંકો થાય તુજ છું કોમળ સુકુમાર
વળી જગ છે વજ્ર કઠોર શેં સહે પાષાણી માર
વળી જગ છે વજ્ર કઠોર શેં સહે પાષાણી માર
રક્ષા કરો રક્ષા કરો રક્ષા કરો અહો જ્ઞાની તણી રે
દશે દિશાએ
દશે દિશાએ
દશે દિશાએ
દશે દિશાએ
દશે દિશાએ
દશે દિશાએ

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link