Simandhar Swami Na Pratyaksha

સીમંધર સ્વામીનાં પ્રત્યક્ષ

તો ચાલો આપણે આજે બધા ખૂબ સુંદર દિલથી શ્રી સીમંધર સ્વામી પ્રભુની હ્રદયથી ભક્તિ કરીએ

સીમંધર સ્વામીનાં પ્રત્યક્ષ દર્શન થાજો અમને
મહાવિદેહ ક્ષેત્રે મનુષ્ય દેહ જ હોજો અમને
સીમંધર સ્વામીનાં પ્રત્યક્ષ દર્શન થાજો અમને
પખાળીશું ચરણ પવિત્ર નીરથી નિત્ય પ્રભુનાં

મારા રૂંવે રૂંવા લાગી જશે સેવામાં પ્રભુનાં
સીમંધર સ્વામીનાં પ્રત્યક્ષ દર્શન થાજો અમને
હરખશે હૈયું ત્યાં કરતાં દર્શન એ નયનનાં
હરખશે હૈયું ત્યાં કરતાં દર્શન એ નયનનાં
ઢળી જાશે મસ્તક ત્યાં ઉમંગે અનન્ય શરણનાં
વહી જાશે અશ્રુ ત્યાં કરતાં દર્શન એ પ્રભુનાં
સીમંધર સ્વામીનાં પ્રત્યક્ષ દર્શન થાજો અમને
ભરી જશે હ્રદય ત્યાં વિરહો વિરમશે પ્રભુનો
પ્રભુ પ્રેમે ઝીલી ત્યાં ચરણમાં હૈયું ઝુકવતાં

પ્રદેશો ખુલશે આત્માનાં કેવળ દર્શન થાશે પ્રભુનાં
પ્રદેશો ખુલશે આત્માનાં કેવળ દર્શન થાશે પ્રભુનાં
સીમંધર સ્વામીનાં પ્રત્યક્ષ દર્શન થાજો અમને
સુણી કર્ણો ઠરશે જ્યાં શ્રીમુખે ઝરતી એ દેશના
રંગાશે મુજ હ્રદય ત્યાં સમોવસરણમાં સ્પંદનમાં

કેવળ જ્ઞાન પ્રગટશે ત્યાં હટતાં અંતિમ આવરણ ત્યાં
કેવળ જ્ઞાન પ્રગટશે ત્યાં હટતાં અંતિમ આવરણ ત્યાં
સીમંધર સ્વામીનાં પ્રત્યક્ષ દર્શન થાજો અમને

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link