Varas Aho Mahavirna

Varas aho! Mahavirna, shurvirta relavjo
વારસ અહો! મહાવીરના, શૂરવીરતા રેલાવજો
Kayar bano na koi di, kashto sada kampavjo
કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો
Varas aho! Mahavirna, shurvirta relavjo
વારસ અહો! મહાવીરના, શૂરવીરતા રેલાવજો
Kayar bano na koi di, kashto sada kampavjo
કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો

Rei! Sinhna santanne, shiyal shu karnar chhe?
રે! સિંહના સંતાનને, શિયાળ શું કરનાર છે?
Maranaant sankatma takei, te tekna dharnar chhe
મરણાંત સંકટમાં ટકે, તે ટેકના ધરનાર છે
Varas aho! Mahavirna, shurvirta relavjo
વારસ અહો! મહાવીરના, શૂરવીરતા રેલાવજો
Kayar bano na koi di, kashto sada kampavjo
કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો

Sangram aa shurvirno, aavyo apurva dipavjo
સંગ્રામ આ શૂરવીરનો, આવ્યો અપૂર્વ દીપાવજો
Karta na paachi pani tya, Gururaj padkhe bhaavjo
કરતા ન પાછી પાની ત્યાં, ગુરુરાજ પડખે ભાવજો
Samata shanshilta kshama, dhiraj samadhi maranma
સમતા સહનશીલતા ક્ષમા, ધીરજ સમાધિમરણમાં
Mitro samaan sahay karshe, mann dharo Prabhu Charan ma
મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુ ચરણમાં
Varas aho! Mahavirna, shurvirta relavjo
વારસ અહો! મહાવીરના, શૂરવીરતા રેલાવજો

Kewal asang dasha varo, pratibandh survey taaljo
કેવળ અસંગ દશા વરો, પ્રતિબંધ સર્વે ટાળજો
Swachhand chhodi shuddh bhaave, sarvma Prabhu bhaljo
સ્વચ્છંદ છોડી શુદ્ધ ભાવે, સર્વમાં પ્રભુ ભાળજો
Dushman pramad hanni havei, jagrut raho Jagrut raho!
દુશ્મન પ્રમાદ હણી હવે, જાગૃત રહો જાગૃત રહો!
Sadguru sharane hriday rakhi, abhay anandit ho!
સદ્ગુરુ શરણે હૃદય રાખી, અભય આનંદિત હો!

Varas aho! Mahavirna, shurvirta relavjo
વારસ અહો! મહાવીરના, શૂરવીરતા રેલાવજો
Kayar bano na koi di, kashto sada kampavjo
કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો
Kashto sada kampavjo
કષ્ટો સદા કંપાવજો
Kashto sada kampavjo
કષ્ટો સદા કંપાવજો



Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com

Link