Aatla Vasi Jaasho

Japu chhu roj tara smaran ni mala
Khabar na padi kyare bani gai aa premni nanakdi jyot virahni jvala
Aam thet taliye jai vasi jaasho ae khabar nohti
Mein to hridayna matra ek khunama jagya kari hati
Pan aam romey rome ma vyapi jasho ae khabar nohti
Maney aatla vahla thai jasho ae khabar nohti

Tamey aatla vasi jaasho haiyye, maney ae khabar nohti
Tamey aatla vasi jaasho haiyye, maney ae khabar nohti
Preet thaine ugi jaasho haiyye, Preet thaine ugi jaasho haiyye
Maney ae khabar nohti, ae khabar nohti
Tamey aatla vasi jaasho
Tamey aatla vasi jaasho haiyye, maney ae khabar nohti

Roj ansuone manjariyo morti, roj ekalta jivtarne korti
Roj ansuone manjariyo morti, roj ekalta jivtarne korti
Roj ekalta jivtarne korti
Aa ajampo muki jaasho
Aa ajampo muki jaasho haiyye, maney ae khabar nohti
Preet thaine ugi jaasho haiyye
maney ae khabar nohti, ae khabar nohti
Tamey aatla vasi jaasho haiyye, maney ae khabar nohti

Havey laagni na dariya ulechva, vanpuchhela savalo ukelva
Havey laagni na dariya ulechva, vanpuchhela savalo ukelva
Vanpuchhela savaalo ukelva
Aag smarnoni
Aag smarnoni dai jaasho haiyye, maney ae khabar nohti
Preet thaine ugi jaasho haiyye, preet thaine ugi jaasho haiyye
Maney ae khabar nohti, ae khabar nohti
Tamey aatla vasi jaasho haiyye, maney ae khabar nohti
Tamey aatla vasi jaasho haiyye, maney ae khabar nohti

જપું છું રોજ તારા સ્મરણની માળા
ખબર ન પડી ક્યારે બની ગઈ આ પ્રેમની નાનકડી જ્યોત વિરહની જ્વાળા
આમ ઠેઠ તળિયે જઈ વસી જશો એ ખબર નહોતી
મેં તો હૃદયના માત્ર એક ખુણામાં જગ્યા કરી હતી
પણ આમ રોમેરોમમાં વ્યાપી જશો એ ખબર નહોતી
મને આટલા વ્હાલા થઈ જશો એ ખબર નહોતી

તમે આટલા વસી જાશો હૈયે, મને એ ખબર નહોતી
તમે આટલા વસી જાશો હૈયે, મને એ ખબર નહોતી
પ્રીત થઈને ઊગી જાશો હૈયે, પ્રીત થઈને ઊગી જાશો હૈયે
મને એ ખબર નહોતી, એ ખબર નહોતી
તમે આટલા વસી જાશો
તમે આટલા વસી જશો હૈયે, મને એ ખબર નહોતી

રોજ આંસુની મંજરીઓ મ્હોરતી, રોજ એકલતા જીવતરને કોરતી
રોજ આંસુની મંજરીઓ મ્હોરતી, રોજ એકલતા જીવતરને કોરતી
રોજ એકલતા જીવતરને કોરતી
આ અજંપો મૂકી જાશો
આ અજંપો મૂકી જાશો હૈયે, મને એ ખબર નહોતી
પ્રીત થઈને ઊગી જાશો હૈયે
મને એ ખબર નહોતી, એ ખબર નહોતી
તમે આટલા વસી જશો હૈયે, મને એ ખબર નહોતી

હવે લાગણીના દરિયા ઉલેચવા, વણપૂછેલા સવાલો ઉકેલવા
હવે લાગણીના દરિયા ઉલેચવા, વણપૂછેલા સવાલો ઉકેલવા
વણપૂછેલા સવાલો ઉકેલવા
આગ સ્મરણોની
આગ સ્મરણોની દઈ જાશો હૈયે, મને એ ખબર નહોતી
પ્રીત થઈને ઊગી જાશો હૈયે, પ્રીત થઈને ઊગી જાશો હૈયે
મને એ ખબર નહોતી, એ ખબર નહોતી
તમે આટલા વસી જશો હૈયે, મને એ ખબર નહોતી
તમે આટલા વસી જશો હૈયે, મને એ ખબર નહોતી



Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com

Link