Sukh Na Re Sagar

સુખના રે સાગર, સ્નેહ સરવર, સાહેબને રંગ રાચીએ,
પછી કાળ કે માયાની સામે, મેઘ શું અમે ગાજીએ...
અમે સાહેબને રંગ રાચીએ,
ગુણાતીતના ગુણ યાચીએ

આજ્ઞા ઝીલી લઈએ અમે અધ્ધરને એમ જ પાળીએ,
સાહેબની જે વરસે વાણી, વચનામૃત સમ જાણીએ...
અમે સાહેબને રંગ રાચીએ,
ગુણાતીતના ગુણ યાચીએ,
અક્ષરપુરુષોત્તમ ઉપાસીએ,
નિત નવલા આનંદ પામીએ

નિંદા ને ખટપટ, ઈર્ષ્યા ને, મોટો કસૂર ગણી છાંડીયે,
નિર્દોષ ને નિર્મલ વહે, એ સહજાનંદ સૂર માણીએ...
અમે સાહેબને રંગ રાચીએ,
ગુણાતીતના ગુણ યાચીએ,
અક્ષરપુરુષોત્તમ ઉપાસીએ,
નિત નવલા આનંદ પામીએ

ચિંતામણીને કામદૂધા કલ્પતરૂથી અધિક છે,
ટાળે ભવોભવના જે ફેરા, મોક્ષના મૂળ પ્રમાણીએ...
અમે સાહેબને રંગ રાચીએ,
ગુણાતીતના ગુણ યાચીએ,
અક્ષરપુરુષોત્તમ ઉપાસીએ,
નિત નવલા આનંદ પામીએ



Credits
Lyrics powered by www.musixmatch.com

Link