Ame Shreeji Na Balak (feat. Shree Yogi Yuva Soor Vrund)

અમે શ્રીજીનાં (૨) બાળક છૈયે રે, સાહેબદાદાનાં ભૂલકાં છૈયે (૨)
સાહેબદાદાને (૨) વ્હાલાં છૈયે રે, સાહેબદાદાનાં ભૂલકાં છૈયે,
અમે શ્રીજીનાં

નિત્ય સવારે વહેલા ઊઠીએ (૨) માત-પિતાને પ્રણામ કરીએ(૨)
સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ગાતાં સઘળું કરીએ (૨)
અમે શ્રીજીનાં

પૂજામાં તિલક ચાંદલો કરીએ (૨) મૂર્તિ સામું જોઈ માળા ફેરવીએ (૨)
સ્વામિનારાયણ, સ્વામિનારાયણ પ્રાર્થના પ્રેમે કરીએ (૨)
અમે શ્રીજીનાં

રોજ મંદિરે દર્શન કરીએ (૨) સ્વામી-શ્રીજીને વંદન ધરીએ,
સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નિત્ય રટણા કરીએ(૨)
અમે શ્રીજીનાં



Credits
Writer(s): Rahul Patel, Yesha Patel
Lyrics powered by www.musixmatch.com

Link