Mari Zupadiye Padharya Re

મારી ઝૂંપડીએ પધાર્યા રે
મૂળજી ઝવેરબાના લાલા
મારા મનમાં આનંદ થાય રે હો ઓ ઓ
મારી ઝૂંપડીએ પધાર્યા રે

શેરી વળાવું ને સાફ કરાવું આંગણે ચોક પુરાવું મારા દાદા
શેરી વળાવું ને સાફ કરાવું આંગણે ચોક પુરાવું મારા દાદા
ટોડલે ટોડલે તોરણ બંધાવું
ટોડલે ટોડલે તોરણ બંધાવું દાદા ટોપીવાળા રે દાદા
મૂળજી ઝવેરબાના લાલા
મારા મનમાં આનંદ થાય રે હો ઓ ઓ
મારી ઝૂંપડીએ પધાર્યા રે

સર્વજ્ઞ જ્ઞાની ઘેરે પધાર્યા પ્રેમે પખાલું પાય મારા દાદા
સર્વજ્ઞ જ્ઞાની ઘેરે પધાર્યા પ્રેમે પખાલું પાય મારા દાદા
વીંઝળે વીંઝળે વાયુ ઢોળું
વીંઝળે વીંઝળે વાયુ ઢોળું નીરખી નીરખી જાઉં મારા દાદા
મૂળજી ઝવેરબાના લાલા
મારા મનમાં આનંદ થાય રે હો ઓ ઓ
મારી ઝૂંપડીએ પધાર્યા રે

રૂપા તે કેરો બાજટો ને કંચન કેરી થાળ મારા દાદા
રૂપા તે કેરો બાજટો ને કંચન કેરી થાળ મારા દાદા
પીરસજો મારા વ્હાલા હીરાબા
પીરસજો મારા વ્હાલા હીરાબા તમે આરોગો ભગવાન મારા દાદા
મૂળજી ઝવેરબાના લાલા
મારા મનમાં આનંદ થાય રે હો ઓ ઓ
મારી ઝૂંપડીએ પધાર્યા રે

સેવ સુંવાળી લાપસી ને ગળગળીયો કંસાર મારા દાદા
સેવ સુંવાળી લાપસી ને ગળગળીયો કંસાર મારા દાદા
તાવ્યા તો ઘી ગવરી તણાં રે
તાવ્યા તો ઘી ગવરી તણાં રે હું તો ખોબલે પીરશું થાળ મારા દાદા
મૂળજી ઝવેરબાના લાલા
મારા મનમાં આનંદ થાય રે હો ઓ ઓ
મારી ઝૂંપડીએ પધાર્યા રે

આંબો તે મોર્યો લાજમાને જાંબૂ તે લ્હેરે જાય મારા દાદા
આંબો તે મોર્યો લાજમાને જાંબૂ તે લ્હેરે જાય મારા દાદા
આવું તો ભીંજે મારી ચૂંદડી રે
આવું તો ભીંજે મારી ચૂંદડી વરસે મેહુલીયો વરસાદ મારા દાદા
મૂળજી ઝવેરબાના લાલા
મારા મનમાં આનંદ થાય રે હો ઓ ઓ
મારી ઝૂંપડીએ પધાર્યા રે

માલણ લાવી મોગરો ને કાચી કળીનો હાર મારા દાદા
માલણ લાવી મોગરો ને કાચી કળીનો હાર મારા દાદા
સ્વામી સીમંધર મળ્યા મને ને
સ્વામી સીમંધર મળ્યા મને ને મારે હૈયે હરખ ના માંય મારા દાદા
મૂળજી ઝવેરબાના લાલા
મારા મનમાં આનંદ થાય રે હો ઓ ઓ
મારી ઝૂંપડીએ પધાર્યા રે

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link