Taro J Hun Bhavo Bhavno Runi

તારો જ હું ભવોભવનો ઋણી પરમ પુરુષ વીતરાગ
તારો જ હું ભવોભવનો ઋણી પરમ પુરુષ વીતરાગ
પ્રત્યેકની પરમ તૃપ્તિ જાણીસુચરણોનો આસ્વાદ
તારો જ હું ભવોભવનો ઋણી પરમ પુરુષ વીતરાગ

આખરી આશા સજીવન મોતે પર ને પરાઈ જાણી
ઇચ્છા-આશા ભાવ ફળની ભવના ફળમાં પામી
કેવા બંધનો છેદી દીધા મારા વીર
તારો જ હું ભવોભવનો ઋણી પરમ પુરુષ વીતરાગ

માત્ર આજ્ઞાનો આ મારગ પંચ પરમેષ્ટિ સુજાણ
અનન્ય પુણ્યોદય કે કાંઈ ના જાણું બંને એક સમાન
અલખ નિરંજનનિજ સ્થિરતાને કહ્યું
તારો જ હું ભવોભવનો ઋણી પરમ પુરુષ વીતરાગ

સત્સંગ ખોળું સત્સંગ હોવા છતાં કેવી અજાયબ દશા
સત્યાસત્યની ખેંચ ને મૂકતાં સર્વત્ર ન્યાય જોયા
ચિદાનંદ રૂપી પૂર્ણ શિવોહમ્ હું
તારો જ હું ભવોભવનો ઋણી પરમ પુરુષ વીતરાગ
પ્રત્યેકની પરમ તૃપ્તિ જાણીસુચરણોનો આસ્વાદ

એક એક શબ્દ પરમાર્થ શાસ્ત્ર હૃદય ભીતર વસિત
નીલકંઠી આ ક્ષમાપણું સુદર્શન સહિત
લઘુત્તમ ઉપયોગે ગુરુતમ મહીંલું વધ્યું
તારો જ હું ભવોભવનો ઋણી પરમ પુરુષ વીતરાગ

કોઈએ અવસ્થામાં પૂર્ણ સ્થિરતા ક્યાંયે ના દીઠી
જ્ઞેય જાણી ને જ્ઞાતાપણું સ્થિર થયું પલ પલ
પલ પલ સ્થિરતા પરમોદ્ય અહો
તારો જ હું ભવોભવનો ઋણી પરમ પુરુષ વીતરાગ

શ્વાસોના ફૂલોની માળા પહેરાવું તમને
પંચેન્દ્રીયના રસ રાસાયણ અભોગી તન ને
સજીવન મુક્તિ આ એક સ્વયં સહજ
તારો જ હું ભવોભવનો ઋણી પરમ પુરુષ વીતરાગ
પ્રત્યેકની પરમ તૃપ્તિ જાણીસુચરણોનો આસ્વાદ
તારો જ હું ભવોભવનો ઋણી પરમ પુરુષ વીતરાગ



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link