Ho Mara Vahalana Sang Ma

હો મારા વ્હાલના સંગમાં

હો મારા વ્હાલના સંગમાં સ્વનાં ઊમગમાં
જન્મજયંતિ ઉજવાય કોટી દીપકો પ્રગટી જાય
હો મારા અક્રમ લીંકના પ્રત્યક્ષના સંગમાં
વાત્સલ્ય વસ્તુ સમજાય કોટી નમનો પહોંચી જાય
કંઈ ભાન નતું કે લક્ષ નતું
કોઈ દિશા નતી કે કોઈ શિક્ષા નતી
કંઈ સમય નતો કે વિનય નતો
કંઈ પાત્ર નતું કે સુઝ નતી
એક દ્રષ્ટિનાં ધોધમાં હદયી બોધમાંજાગ્યો મહીંલો વીતરાગી
કોટી નમનો પહોંચી જાય હો માર વ્હાલના સંગમાં
ઉતારતું લપસણું કલિયુગ જોર
ત્યાં તારે માત્ર એક કેવળીની દોરી
કેવી કૃપા કરી એણે રોકીને મોક્ષ્
જેથી ઝાલી લીધી મેં લીફ્ટનો ડોર
મૂળ નીમીતના સંગમાં અભેદ રંગમાં દાદાનું જ્ઞાન સમજાય
નિજ સ્થીરતા અનુભવાય હો મારા વ્હાલના સંગમાં
પુર્વાનુભાવમાં છે ત્રીકાળી જ્ઞાન
જેને જોયું જાણ્યું સામાયિક પ્રમાણ
સૌ ઓગળતી ગ્રંથિ સહજ સભાન
અલખનું લક્ષ મહી વર્તે સમાન
એક પ્રોમીસ અપીયું જેણે જાણીને તેને જોડી લ્યો મૂળ સંગાથ
કોટી નમનો પહોંચી જાય હો મારા વ્હાલના સંગમાં
ભરત ક્ષેત્રે વિચરતા દાદાભગવાન
સૂક્ષ્મતમે હાજર ઓ દાદાભગવાન
પ્રત્યક્ષ વર્તતા દાદાભગવાન
પાંચ વાક્યોના મૂળ ઓ દાદાભગવાન
આ પૂનમ દર્શનની, વિધિના યોગમાં સહજ મુક્તિ વર્તાય
કોટી નમનો પહોંચી જાય હો મારા વ્હાલના સંગમાં
કેસર ચંદન ને પવિત્ર નીર
તેમાં મહેંક છાટી પરમાંથીક સ્થિર
ઠેર ઠેર ધુમ્યા સૌ દાદાના વીર
સજીવન દેરાસર, અરિ હણે અક્ષર ચરણાનુંયોગ વર્તાય
કોટી નમનો પહોંચી જાય હો મારા વ્હાલના સંગમાં
હો મારા અક્રમ લીંકના પ્રત્યક્ષના સંગમાં
વાત્સલ્ય વસ્તુ સમજાય કોટી નમનો પોહોંચી જાય
નિજ સ્થીરતા અનુભવાય કોટી દીપકો પ્રગટી જાય
દાદાનું જ્ઞાન સમજાય કોટી દીપકો પ્રગટી જાય
સહજ મુક્તિ વર્તાય કોટી દીપકો પ્રગટી જાય
ચરણાનુંયોગ વર્તાય કોટી દીપકો પ્રગટી જાય



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link