Mun Buddhi Chit Ne

મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર

મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર
એનાથી હતા અમે અજાણ
મારી અંદર આ જબરી જમાત
કોઈ કહોને મને એના કામ (૨) મન બુદ્ધિ
આ હું કરું કે આ ના કરું
વિચારોના વમળ થાય (૨)
પેમ્પલેટની જેમ બતાવે રાખે (૨)
એને તો મન કહેવાય (૨) મન બુદ્ધિ
સારું ખોટું નફો ખોટ
અંદર ચાલે બોલાબોલ (૨)
ડિસીઝન તો ફટ ફટ આપે (૨)
એને તો બુદ્ધિ કહેવાય (૨) મન બુદ્ધિ
ભણતા ભણતા મારું ધ્યાન
ફરવા ને રમવા બહાર જાય (૨)
ફોટા પાડી દેખાડે એવું (૨)
એને તો ચિત્ત કહેવાય (૨) મન બુદ્ધિ
અહંકાર છે સૌનો રાજા
પરમિશન એની લેવાય (૨)
પેપર ઉપર સાઈન કરતાં (૨)
કામ બધાના ચાલુ થાય (૨) મન બુદ્ધિ
મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર
ચારે મળી બને અતઃસ્કરણ
અતઃસ્કરણ મારું બનજો નિર્મળ
જેથી બને મારું જીવન સફળ (૩)



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link