Simandhar Swami Divo

દીવો કરીએ ભગવન્ સીમંધર હે સ્વામી
દીવો કરીએ ભગવન્ સીમંધર હે સ્વામી
દીવો કરીએ ભગવન્ સીમંધર હે સ્વામી
ધ્યેય મારો પૂરો કરજો
મોક્ષનો સિક્કો મારી દેજો
કેવળજ્ઞાન પ્રગટાવી મારી પૂરી કરી દ્યો ખામી
દીવો કરીએ ભગવન્ સીમંધર હે સ્વામી

વર્તમાને છો ઉપકારી
તમ દર્શને ખૂલે મોક્ષની બારી
ભરતક્ષેત્રે ઋણાનુબંધન
કાપો મુજ ભવભવના બંધન
ખેંચો અંતસમે શરણોમાં
ખેંચો અંતસમે શરણોમાં
આવ્યો જ્ઞાનીકૃપા પામી
દીવો કરીએ ભગવન્ સીમંધર હે સ્વામી

આપ મૂર્તિ નહીં સાક્ષાત્ સ્વરૂપે
બિરાજો મહાવિદેહ ક્ષેત્રે
દાદાએ અનુસંધાન કરાવી બેઠાં હૃદયાસન જમાવી
ત્રિમંદિરીયે દર્શન કરતાં
ત્રિમંદિરીયે દર્શન કરતાં
ભક્તિ તમ સંગે જામી
દીવો કરીએ ભગવન્ સીમંધર હે સ્વામી

દાદા ભગવન્ સાક્ષીએ નમતાં
પ્રત્યક્ષ પહોંચે ત્યાં વંદના
પ્રભુ તમારું ગજબનું ખેંચાણ
હાજરાહજૂરની આ પહેંચાણ
અનન્ય શરણું આપનું લે તે
અનન્ય શરણું આપનું લે તે
બનશે અચૂક મોક્ષગામી
દીવો કરીએ ભગવન્ સીમંધર હે સ્વામી
સીમંધર હે સ્વામી
સીમંધર હે સ્વામી
સીમંધર હે સ્વામી



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link