Dada Divo 2

દીવો કરીએ ભગવન્ દાદા સર્વ સમર્પીને
અંધારા ઉલેચ્યાં ભવ કેરાં દાદા પ્રગટીને
સર્વજ્ઞ દાદા જ્ઞાન અવતારી અક્રમ લિફ્ટ તણા સુકાની
સંગમેશ્વર સિદ્ધ જગકલ્યાણી
મૂર્તામૂર્ત મોક્ષદાતા પ્રકાશ્યો જેણે સમષ્ટિને
દીવો કરીએ ભગવન્ દાદા સર્વ સમર્પીને
અનંતજ્ઞાની અનંતદર્શી અનંતસુખની ફોરમ વર્ષી
અમૂર્ત મૂરત નયને વસી
દિવ્યચક્ષુ દાતા ત્વં પરમ જ્યોતિ સ્વરૂપીને
દીવો કરીએ ભગવન્ દાદા સર્વ સમર્પીને
સૂર્ય સમાન પ્રતાપી તેજસ ચંદ્ર સમાન શીતળ ઓજસ
મેરુ અચલ સમ સાગર ગંભીર
મુક્તિ મંદિરના ગુણલાં પ્રત્યક્ષ પ્રગટનાં ગાઈને
દીવો કરીએ ભગવન્ દાદા સર્વ સમર્પીને
વિશ્વાધાર અંગુલિ ટેરવે બ્રહ્માંડ સ્વામી સ્વામીત્વ અભાવે
નિજ સ્વરૂપી નિજ સ્વભાવે
દસ લાખ વરસે પ્રગટી અક્રમ દાદા જ્યોતિને
દીવો કરીએ ભગવન્ દાદા સર્વ સમર્પીને
શુદ્ધાત્મા મૂળ ઉપાદાની
અહમ્ મમતના અપાદાની
મૂળ નિમિત્ત એક સંયોગી
છોડાવ્યો ભવસંસારે
વંદુ કૃપાળુ જ્ઞાનીને
દીવો કરીએ ભગવન્ દાદા સર્વ સમર્પીને
અંધારા ઉલેચ્યાં ભવ કેરાં દાદા પ્રગટીને



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link