Dada Bhagwan Na Pagla

દાદા ભગવાનના પગલાં થયાં ત્યાં
દાદા ભગવાનનાં પગલાં થયાં ત્યાં
દાદા ભગવાનનાં પગલાં થયાં ત્યાં
પરમહંસ આત્મન્ નાચે થૈ થૈ છે
પરમહંસ આત્મન્ નાચે થૈ થૈ છે
આત્મદીપ પ્રગટ્યા છે નર અને નારના
આત્મદીપ પ્રગટ્યા છે નર અને નારના
વિના દીપમાળાએ દિવાળી થઈ છે
વિના દીપમાળાએ દિવાળી થઈ છે
દાદા ભગવાનનાં પગલાં થયાં ત્યાં
દાદા ભગવાનનાં પગલાં થયાં ત્યાં

આવ્યો અલખનો એકલ યાત્રી
પરિમલ પ્રસારે પ્રગટ પુરુષાર્થી

ગુણ ગણતાં તારાને સાંભળે છે રાત્રિ
જગત બિન્દુ ઝાકળનું સ્વપ્ન છે કે ભ્રાંતિ
સત્સંગની આ ઘડી બે ઘડીમાં
કોટી કોટી સ્વર્ગની સફર થઈ ગઈ છે
કોટી કોટી સ્વર્ગની સફર થઈ ગઈ છે
દાદા ભગવાનનાં પગલાં થયાં ત્યાં
દાદા ભગવાનનાં પગલાં થયાં ત્યાં

આતમજ્ઞાનનાં અમી છંટકાર્યા
જડ ને ચેતનનાં તેજમાં ઝબોળ્યા

ભાવના અનંતીનાં ઝરણાં વહાવ્યા
મુક્ત સૃષ્ટિનાં સૌ રાહી સજાવ્યા
કાયા ને માયા બેઉ પડછાયા
સૃષ્ટિ ભરમની ખૂલી થઈ ગઈ છે
સૃષ્ટિ ભરમની ખૂલી થઈ ગઈ છે
દાદા ભગવાનનાં પગલાં થયાં ત્યાં
દાદા ભગવાનનાં પગલાં થયાં ત્યાં

અંકાશ ભેદી ગોખ બનાવ્યા
અનુપમ ઓજસનાં સો સો ભાનુ ઝગાવ્યા

કિરણો આંજીને અંતર આભને નિહાળ્યા
અવિચલ વ્યવસ્થિત અવલંબ આણ્યા
નિરાગી ઇચ્છકની નિર્ ઇચ્છક આશામાં
શુદ્ધાત્મા ધ્યેયની ખુમારી મળી છે
શુદ્ધાત્મા ધ્યેયની ખુમારી મળી છે
દાદા ભગવાનનાં પગલાં થયાં ત્યાં
દાદા ભગવાનનાં પગલાં થયાં ત્યાં
પરમહંસ આત્મન્ નાચે થૈ થૈ છે
આત્મદીપ પ્રગટ્યા છે નર અને નારના
વિના દીપમાળાએ દિવાળી થઈ છે
દાદા ભગવાનનાં પગલાં થયાં ત્યાં
દાદા ભગવાનનાં પગલાં થયાં ત્યાં
દાદા ભગવાનનાં પગલાં થયાં ત્યાં
દાદા ભગવાનનાં પગલાં થયાં ત્યાં



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link