Ugi Alaukik Bhor Gnani Malya

ઊગી અલૌકિક ભોર
ઊગી અલૌકિક ભોર જ્ઞાની મળીયા જ્ઞાની મળતાં રે જોયો માંયલો
આવી અપુર્વ વાણી એવી તે વરસી જ્ઞાનીના શબ્દો અણમોલ

ખોરવાયો ક્રમિક માર્ગને છૂટવાની ના બારી
કાળ તણી આ બલિહારી જો આવ્યા અક્રમ જ્ઞાની
હા નવલી દિશાનો નવદોર બેલી મળીયા બેલી મળતાં રે તાર્યો બેડલો
ઊગી અલૌકિક ભોર જ્ઞાની મળીયા જ્ઞાની મળતાં રે જોયો માંયલો

ભવસાગરમાં ડૂબકા દેતી નાવલડી નોધારી
નજરું નાખી નિહાળું પણ સૂઝે ના કોઈ બારી
હા મધદરિયા મોઝાર માલમ મળીયા માલમ મળતાં રે મારગ લાધીયો
ઊગી અલૌકિક ભોર જ્ઞાની મળીયા જ્ઞાની મળતાં રે જોયો માંયલો

અહં મમતા માયા કેરી તુરંગ કાજળ કાળી
છૂટવા માટે વલખાં મારું ફાવે ના કોઈ કારી
હા મુક્તિનો ઉઠ્યો મહાશોર મુક્તક મળીયા મુક્તક મળતાં રે બંદી છૂટીયો
ઊગી અલૌકિક ભોર જ્ઞાની મળીયા જ્ઞાની મળતાં રે જોયો માંયલો

અજ્ઞાન અંધાર ગયોને પ્રજળી ઝળહળ જ્યોતિ
શુદ્ધાત્મા જ દેખું સહુમાં ઠરે જયાં નજરું મારી
હા દિવ્યચક્ષુ દીધાં પ્યોર દાની મળીયા દાની મળતાં રે દ્રષ્ટિ પામીયો
ઊગી અલૌકિક ભોર જ્ઞાની મળીયા જ્ઞાની મળતાં રે જોયો માંયલો

આધિ વ્યાધિ ઉપાધિમાં નિરંતર સમાધિ
નિજ સ્વરુપના અજપા જાપે વર્તે અંતર શાંતિ
હા ઘટમાં રણકે ઘંટડીનો શોર દાદા મળીયા દાદા મળતાં રે આત્મા જાણીયો
ઊગી અલૌકિક ભોર જ્ઞાની મળીયા જ્ઞાની મળતાં રે જોયો માંયલો
આવી અપુર્વ વાણી એવી તે વરસી જ્ઞાનીના શબ્દો અણમોલ
ઊગી અલૌકિક ભોર જ્ઞાની મળીયા જ્ઞાની મળતાં રે જોયો માંયલો
ઊગી અલૌકિક ભોર જ્ઞાની મળીયા જ્ઞાની મળતાં રે જોયો માંયલો
ઊગી અલૌકિક ભોર જ્ઞાની મળીયા જ્ઞાની મળતાં રે જોયો માંયલો

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link