Satsang Maro Nitya Vadhe

સત્સંગ મારો નિત્ય વધે
સત્સંગ મારો નિત્ય વધે માંગું છું હવે
શક્તિ તમારી ઓ વિજ્ઞાની આપજો મને
સત્સંગ મારો નિત્ય વધે માંગું છું હવે
શક્તિ તમારી ઓ વિજ્ઞાની આપજો મને હા આપજો મને

અનુભવ લક્ષ પ્રતીતિ સ્વ સ્થિતિની વધે
બસ આપ જેવું જુદાપણું મારું એ રહે

અનુભવ લક્ષ પ્રતીતિ સ્વ સ્થિતિની વધે
બસ આપ જેવું જુદાપણું મારું એ રહે
પૂર્ણ સ્વરૂપે આપ છો હાજર અહીં હવે
પૂર્ણ સ્વરૂપે આપ છો હાજર અહીં હવે
લ્યો કોટી કોટી વંદન અમારા સૌના રે
લ્યો કોટી કોટી વંદન અમારા સૌના રે
સત્સંગ મારો નિત્ય વધે માંગું છું હવે
શક્તિ તમારી ઓ વિજ્ઞાની આપજો મને હા આપજો મને

નિત્ય પૂનમ દર્શન કેવળ આપનું માનું
મહીંલાઓ મારા દાદા ચરણોમાં હું રહું

નિત્ય પૂનમ દર્શન કેવળ આપનું માનું
મહીંલાઓ મારા દાદા ચરણોમાં હું રહું
વિશુદ્ધ પ્રેમ તારો છલકાય છે હવે
વિશુદ્ધ પ્રેમ તારો છલકાય છે હવે
સંસારી સૌ ફાઈલો ઉપકારી જોઉં હવે
સંસારી સૌ ફાઈલો ઉપકારી જોઉં હવે
સત્સંગ મારો નિત્ય વધે માંગું છું હવે
શક્તિ તમારી ઓ વિજ્ઞાની આપજો મને હા આપજો મને

પાડોશી શિષ્યને આદર્શ બનાવજો
વ્યવહાર તેનો શુદ્ધ અચૂક રાખજો

પાડોશી શિષ્યને આદર્શ બનાવજો
વ્યવહાર તેનો શુદ્ધ અચૂક રાખજો
આજ્ઞાપાલનથી સ્વાનંદમાં રહે
આજ્ઞાપાલનથી સ્વાનંદમાં રહે
દર્શન શુદ્ધત્વનું અનુભવમાં વહે
દર્શન શુદ્ધત્વનું અનુભવમાં વહે
સત્સંગ મારો નિત્ય વધે માંગું છું હવે
શક્તિ તમારી ઓ વિજ્ઞાની આપજો મને હા આપજો મને

જાગ્યાં પછીની પળો દર્શનમાં વહે
દાદાવાણી જ માત્ર અંતરમાં રમે

જાગ્યાં પછીની પળો દર્શનમાં વહે
દાદાવાણી જ માત્ર અંતરમાં રમે
અહો અહો હે જ્ઞાની તારો પરિવાર તો
અહો અહો હે જ્ઞાની તારો પરિવાર તો
ચોથા આરાના ક્ષેત્રે ઉભરાઈ રહ્યો
ચોથા આરાના ક્ષેત્રે ઉભરાઈ રહ્યો
સત્સંગ મારો નિત્ય વધે માંગું છું હવે
શક્તિ તમારી ઓ વિજ્ઞાની આપજો મને
સત્સંગ મારો નિત્ય વધે માંગું છું હવે
શક્તિ તમારી ઓ વિજ્ઞાની આપજો મને હા આપજો મને હા આપજો મને હા આપજો મને હા આપજો મને



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link