Karuna Thi Shuddha Jyan Bhaliya

કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી

મુક્તિ મળે સર્વ જીવને જા સિદ્ધશીલાને અડી

કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા

પલ પલ જીવતા જલી ગયા ના કોયલો ના રાખ કદિ
પલ પલ જીવતા જલી ગયા ના કોયલો ના રાખ કદિ
દાવાનળ શે સહન થાય જીવતું સ્મશાન દીશે અહીં
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા

રાંડેલી માંડેલી રડે સો ધણીવાળી પણ રડે
રાંડેલી માંડેલી રડે સો ધણીવાળી પણ રડે
માથે ધીંગ ધણી વગર મુક્તિ સ્વતંત્ર ક્યાં ના મળે
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા

દોષો ધણી બની કરડે શક્કરીયું જ્યમ ભરહાડે
દોષો ધણી બની કરડે શક્કરીયું જ્યમ ભરહાડે
ઘાણીનો બેલ ખોળ પીલે ઢેફ માત્ર ખાવા મળે
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા

જિંદગાની વીતી નિર્વાહમાં આતમનું શું રે ધોળિયું

ના શોધ્યા જ્ઞાની પુરુષને ના માર્ગ પામ્યા મોક્ષને
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા

હડહડતો કળિ વીતી રહ્યો દુષમા દુષમ આવે હવે

મોક્ષ શબ્દ દુર્લભ થશે ધર્મધ્યાન ઊડી જશે
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા

આર્ત રૌદ્ર તિર્યંચ નર્ક બહાર ના કોઈ રહે
આર્ત રૌદ્ર તિર્યંચ નર્ક બહાર ના કોઈ રહે
ચેતનહારા ચેતજો દાદાઈ જ્ઞાનગંગા વહે
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા

છાંટો કૃપા દષ્ટિ મળ્યે મુક્તિ ભવબંધન લહે

અક્રમ જ્ઞાન પ્રકાશીયું થંભી કાળ ચરણે ઝૂકે
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા

ધીટ્ આશ્ચર્ય અગિયારમું અસંયતિ શાસ્ત્રો વદે

આડાઈ મૂઢ ત્યારે ધરે તૃષાતુર કાંઠે ક્યારે છીપે
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા

જ્ઞાની મળ્યે મેળવ્યો ન મોક્ષ કે ભવે તું પામીશ હવે

અભવ્ય દૂર આત્મા થકી આરાધના જ્ઞાની ચૂક્યે
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા

રે જીવ બૂઝો ભારતે પ્રગટ્યો મોક્ષદાતા અહો

કકળી ઊઠે છે આંતડી કરુણા થકી મુક્તિ લહો
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી
મુક્તિ મળે સર્વ જીવને જા સિદ્ધશીલાને અડી
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા વાત્સલ્ય દષ્ટિ સરી પડી
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા
કરુણાથી શુદ્ધ જ્યાં ભાળીયા

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link