Pratham Namu Guru Rajne

Pratham namu Guru Rajne, jene aapyu jnan
Jnane Veerne olkhya, talyu deha-abhiman
પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન
જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન

Te kaaran Gururajne, pranamu vaaramvar
Krupa kari muj upare, raakho charan mojhar
તે કારણ ગુરુરાજને, પ્રણમું વારંવાર
કૃપા કરી મુજ ઉપરે, રાખો ચરણ મોઝાર

Pancham kaale Tu malyo, atmaratnadatar
Karaj sarya mahra, bhavya jiva hitkar
પંચમ કાળે તું મળ્યો, આત્મરત્નદાતાર
કારજ સાર્યાં માહરાં, ભવ્ય જીવ હિતકાર

Aho! Upkar tumardo, sambhaaru dinraat
Aave nayne neer bahu, sambhalta avdat
અહો! ઉપકાર તુમારડો, સંભારું દિનરાત
આવે નયણે નીર બહુ, સાંભળતાં અવદાત

Anant kaal hu athadyo, na malya Guru shuddh Sant
Dusham kaale Tu malyo, Raj naam Bhagwant
અનંત કાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત
દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવંત

Raj Raj sau ko kahe, virla jaaney bhed
Je jann jaaney bhed te, te karshe bhav chhed
રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ
જે જન જાણે ભેદ તે, તે કરશે ભવ છેદ

Apurva vani Tahri, amrut sarkhi saar
Vali Tuj mudra apurva chhe, guna gann ratna bhandar
અપૂર્વ વાણી તાહરી, અમૃત સરખી સાર
વળી તુજ મુદ્રા અપૂર્વ છે, ગુણગણ રત્ન ભંડાર

Tuj mudra Tuj vanine, aadre samyakvant
Nahi bijano aashro, ae guhya jaaney Sant
તુજ મુદ્રા તુજ વાણીને, આદરે સમ્યક્વંત
નહીં બીજાનો આશરો, એ ગુહ્ય જાણે સંત

Bahya charan Susantna, taley janna paap
Antarcharitra Gururajnu, bhaange bhav santap
બાહ્ય ચરણ સુસંતનાં, ટાળે જનનાં પાપ
અંતરચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવ સંતાપ



Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com

Link