Aagna Dharam No Aa Marag

આજ્ઞા ધરમનો આ મારગ આજ્ઞા ધરમનો આ મરમ
કોઈ વીરલો જ પામે વાત વીરલો જ પામે સાથ

આગમ સૂત્રો કે ઉપનિષદ અનુભવી વાણી જ સ્યાદવાદ
કોઈએ કહ્યું તો છોને કહ્યું ટેપરેકર્ડ આ તો આવું વાગ્યું
વીતરાગોની આ સહજ ક્ષમા સ્વભાવી સત્સંગ શીતળતા
અવિરત અલિપ્ત રહ્યું પરમ વિનયે રહ્યું
આજ્ઞા ધરમનો આ મારગ આજ્ઞા ધરમનો આ મરમ
કોઈ વીરલો જ પામે વાત વીરલો જ પામે સાથ

સંસારી ફાઈલોમાં કડવું મીઠું જેને સ્વાદ હતો તે ચાખે હવે
મહીંલા સુખના સાગરની તો કિનારે ભરતી-ઓટ જ હોય
ગહેરી ગહન મહીંલી સ્થિરતા જ્ઞાની અંગૂઠે નિસ્પંદનતા
વીરોના વીરનું રહ્યું પરમ વિનયે રહ્યું
આજ્ઞા ધરમનો આ મારગ આજ્ઞા ધરમનો આ મરમ
કોઈ વીરલો જ પામે વાત વીરલો જ પામે સાથ

એક તલભરનું અસમ્યકત્વ એક પલભરનું અબ્રહ્મચર્ય
જાગૃત દશામાં જેમ છે તેમ જોવાનું હવે બાકી જ રહ્યું
આજ્ઞામાં સંપૂર્ણ સમતોલન નિર્પેક્ષ દ્રષ્ટિનું ન્યાયતોલન
એક જ્ઞાની કૃપાથી ફળ્યું પરમ વિનયે રહ્યું
આજ્ઞા ધરમનો આ મારગ આજ્ઞા ધરમનો આ મરમ
કોઈ વીરલો જ પામે વાત વીરલો જ પામે સાથ

સત્સંગની એક એક પલનો યોગ અસંગી સત્ નો સત્ સંયોગ
સ્વ પુરુષાર્થી સ્વ ઉપયોગે સુખીયો જ સુખને ફેલાવે
આજ્ઞા પાલનનું રહસ્ય મૂળ મુક્તિનું આ મહા દ્રશ્ય
આજ્ઞા ધર્મે રહ્યું પરમ વિનયે રહ્યું
આજ્ઞા ધરમનો આ મારગ આજ્ઞા ધરમનો આ મરમ
કોઈ વીરલો જ પામે વાત વીરલો જ પામે સાથ

પ્રત્યેક અવસ્થા પુદ્ગલી પ્રત્યેક સંયોગો પરાયા
એક એકને જોતા પલ પલમાં એક એક નિકાલી 'જ્ઞાની'ના
'આંખોનું' નવ દર્શન આજે ન્યુ મિલેનિયમજ્ઞાની કાજે
અખંડ વચને રહ્યું પરમ વિનયે રહ્યું
આજ્ઞા ધરમનો આ મારગ આજ્ઞા ધરમનો આ મરમ
કોઈ વીરલો જ પામે વાત વીરલો જ પામે સાથ
કોઈ વીરલો જ પામે વાત વીરલો જ પામે સાથ
કોઈ વીરલો જ પામે વાત વીરલો જ પામે સાથ



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link