Ananta Vikalpoma Vahyu Jay Jivan

અનંતા વિકલ્પોમાં વહ્યું જાય જીવન
અનંતી ભૂલોમાં આવરાયું દર્શન
અનંતા દેહાધ્યાસે ઇન્દ્રિય ભટકણ
આ લોકી પરલોકી નૌકાનું ભ્રમણ
અનંતા વિકલ્પોમાં વહ્યું જાય જીવન
અનંતી ભૂલોમાં આવરાયું દર્શન

પંચ ધાતુ સંયોગે નવું જીવન માણ્યું
અજ્ઞ દશામાં આ એક જ માણ્યું
પૌદ્ગલિક શક્તિ સ્ફૂરણ 'હું-મારું' માણ્યું
'હું' જ છું કર્તા એમ જ માન્યું
અનંતા વિકલ્પોમાં વહ્યું જાય જીવન
અનંતી ભૂલોમાં આવરાયું દર્શન

એક જ નૌકામાં એકલો પોતે એ
નિર્દોષ બાળ દ્રષ્ટિ મહિ સાગર જોતો એ
સંયોગો તરી જાતી નૌકા સૌએ
ઋણાનુબંધી દિશા એ સૌએ
અનંતા વિકલ્પોમાં વહ્યું જાય જીવન
અનંતી ભૂલોમાં આવરાયું દર્શન

રાગી ભાવ હલેસું ને દ્વેષી ભાવ હલેસું
એકને હલાવતાં બીજા તરફ વળતું
ગોળ ગોળ ફરતાં તે ક્યાંય નહીં પહોચ્યું
જેનાથી છૂટવું છે તે જ સામે આવતું
અનંતા વિકલ્પોમાં વહ્યું જાય જીવન
અનંતી ભૂલોમાં આવરાયું દર્શન

નૌકા મારી માની હું એને ચલાવું
સપડાયો ત્યાંથી જ તે કેમ કરી છૂટવું
અજ્ઞ દશા તણા વ્હેણ ભ્રમરમાં તણાતો
થાક્યો પણ અહંમના હલેસા ના છોડતો
અનંતા વિકલ્પોમાં વહ્યું જાય જીવન
અનંતી ભૂલોમાં આવરાયું દર્શન

નૌકામાં આવ્યા પછી હલેસાં શું પકડવા
દરિયાઈ પુરો પૂર્વ જોરે ચાલ્યા
'મિથ્યા છે મિથ્યાત્વ' જ્ઞાન જ જાણજે
જ્ઞાનીકૃપા બિન અન્ય ના પાલવે
અનંતા વિકલ્પોમાં વહ્યું જાય જીવન
અનંતી ભૂલોમાં આવરાયું દર્શન

સમસરણ માર્ગમાં કલ્યાણની પ્રાપ્તિ
અપૂર્વ સમ્યક્ત્વ અભેદ દ્રષ્ટિ
અનન્ય શરણે સુકાનની પ્રાપ્તિ
બિન હલેસાં નૌકા આ તરતી
અનંતા જ્ઞેયો જોતાં વહ્યું જાય જીવન
વહ્યું જાય જીવન



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link