Vahlam Tamari Vat Nu Laksha

વ્હાલમ તમારી વાતનું લક્ષ રહ્યું આ એક
પલ પલ વિનાશી યોગમાં અનુભવું અભેદ
હો વ્હાલમ તમારી વાતનું લક્ષ રહ્યું આ એક
પલ પલ વિનાશી યોગમાં અનુભવું અભેદ
હો વ્હાલમ તમારી વાતનું

ભવોભવની સાધના પ્રગટી અજોડ જ્યાં
શુદ્ધ પ્રેમની વ્યાખ્યા જગતે ચાખી ત્યાં
મૂળ કરુણાના વહેણમાં
મૂળ કરુણાના વહેણમાં
વાત્સલ્ય મા જ આ
હો વ્હાલમ તમારી વાતનું લક્ષ રહ્યું આ એક
પલ પલ વિનાશી યોગમાં અનુભવું અભેદ
હો વ્હાલમ તમારી વાતનું

મહુડી કે આશાપુરી કીસુમૂ કેન્સાસ
જ્યાં જ્યાં વિચર્યા આપશ્રી ત્યાં ત્યાં અક્રમ ધામ
આજ દર્શન વધી રહ્યું
આજ દર્શન વધી રહ્યું
પ્રત્યક્ષથી અભેદ
હો વ્હાલમ તમારી વાતનું લક્ષ રહ્યું આ એક
પલ પલ વિનાશી યોગમાં અનુભવું અભેદ
હો વ્હાલમ તમારી વાતનું

ગામે ગામ ચોતરે શહેરોના સ્ટેજે
દેરાસર પગથિયે શુદ્ધ દર્શન નેત્રે
આંખોથી અમી પાઈને
આંખોથી અમી પાઈને
જગાડ્યા સિંહ સંતાન
હો વ્હાલમ તમારી વાતનું લક્ષ રહ્યું આ એક
પલ પલ વિનાશી યોગમાં અનુભવું અભેદ
હો વ્હાલમ તમારી વાતનું

સાચી લગની તેજ જે વધી વધી ને વધે
મહામુક્ત વિદેહી ને કશુંય ના ખપે
પોતાના સુખનો સ્વાદ આ
પોતાના સુખનો સ્વાદ આ
ભેલાડે જગને
હો વ્હાલમ તમારી વાતનું લક્ષ રહ્યું આ એક
પલ પલ વિનાશી યોગમાં અનુભવું અભેદ
હો વ્હાલમ તમારી વાતનું

ના ભૂતો ના ભવિષ્યતિ આ દાદો છે એકનો એક
ચરણોમાં લઘુત્તમતા મૂળ નાયક વણઝાર
પરમ વિનયના માર્ગ પર
પરમ વિનયના માર્ગ પર
મહાવિદેહે સાથ
હો વ્હાલમ તમારી વાતનું લક્ષ રહ્યું આ એક
પલ પલ વિનાશી યોગમાં અનુભવું અભેદ
હો વ્હાલમ તમારી વાતનું



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link