Aho Aho Gnani Purush

અહો અહો જ્ઞાની પુરુષ કરુણા સિંધુ અપાર
અક્રમ મોક્ષ ઉઘાડીયો મહા મહા ઉપકાર
મન વચન કાયા ચરણ ધરું આત્માથી જે ભિન્ન
અહં મમતા પરિહરું સર્વસ્વ ચરણાધિન
સ્વરૂપ શુદ્ધ સમજાવીને ભિન્ન બતાવ્યો આપ
શુદ્ધાત્મા હસ્તે ધર્યો બાળીને સહુ પાપ
ચંદુલાલ આ આજથી વર્તો આજ્ઞાધીન
નિશ્ચયથી શુદ્ધાત્મા હું છું સ્વ આધીન
જે સ્વરૂપ અજ્ઞાનથી ભવ ભટકણના ફેર
સ્વરૂપ તે સમજાવીને લાવ્યા દાદા નિજ ઘેર
જ્ઞાત પિતા અહો જ્ઞાનીજી પ્રગટ દાદા ભગવંત
જ્ઞાત પુત્ર હું આપનો તમ થકી છે ભવઅંત
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ પરમ જ્ઞાન સુખધામ
પ્રેમ સ્વરૂપ પરમાત્મા નિશ્ચયે સદા પ્રણામ
દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત
આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત
દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત
આ દાદા ના ચરણમાં હો વંદન અગણિત



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link