Sarvaswa Amaru Arpan Chhe

સર્વસ્વ અમારું અર્પણ છે
સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં
આધ્યાત્મિક આનંદ પરમાનંદ
આ પરમહંસનાં સત્સંગમાં સુચરણોમાં.
મન વચન કાયા છાયા માયાના ભાવ નો દ્રવ્ય કરમ સ્વીકારો ભ્રાંતિ બાળકની
અનન્ય શરણ દ્યો ભવરણમાં સર્વસ્વ

જ્ઞાનામૃતનાં મોતી ચૂગે હંસા માન સરોવરમાં
સત્યમ્ શિવમ્ ને સુંદરમ્ની
આ દિવ્ય ચક્ષુની જ્યોતિમાં સર્વસ્વ

સૂરજનું કેવું તર્પણ છે ચંદાનાં શીતળ કિરણોમાં સમભાવે નિકાલ કરો
ઘટમાળ ઊઠે જે અંતરમાં સર્વસ્વ

રાતદિવસ સંધ્યાઉષા કેવાં અદ્ભુત છે નિયમમાં
ભરતીઓટ મન સાગરની
નિશ્ચય ને વ્યવસ્થિતમાં સર્વસ્વ

જીવન ભલે એક દર્શન હો પણ આતમ્ શાશ્વત દર્પણ છે વ્યવહાર ભલે હો કોટિ સંગ
પણ નિશ્ચય કેવળ ભગવન્માં સર્વસ્વ
મૂઢઆત્માનો ઉદ્ધાર કરી જે શુદ્ધાત્માને જગાડે છે
અપૂર્વ અગોચર ને ઉલ્લસિત
ઝળહળ જ્યોતિ તનમનમાં સર્વસ્વ
અક્રમની અણદીઠ કેડીથી જે મોક્ષદ્વાર ઉઘાડે છે પરમાત્મ સ્વરૂપ હે ગટ પુરુષ
આપ જ છો મારા શુદ્ધાત્મા સર્વસ્વ



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link