All Aarti

આરતી

પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ
ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામી ને
અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું

શ્રી સીમંધર સ્વામીની આરતી

જય સીમંધર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન
મહાવિદેહ ક્ષેત્રે વિચરતા
મહાવિદેહ ક્ષેત્રે વિચરતા
ભરત ઋણાનુબંધ
જય સીમંધર સ્વામી

દાદા ભગવાન સાક્ષીએ પહોંચાડું નમસ્કાર સ્વામી પહોંચાડું નમસ્કાર
પ્રત્યક્ષ ફળ પામું હું
પ્રત્યક્ષ ફળ પામું હું
માધ્યમ જ્ઞાન અવતાર
જય સીમંધર સ્વામી

પહેલી આરતી સ્વામીની ૐ પરમેષ્ટિ પામે સ્વામી ૐ પરમેષ્ટિ પામે
ઉદાસીન વૃત્તિ વહે
ઉદાસીન વૃત્તિ વહે
કારણ મોક્ષ સેવે
જય સીમંધર સ્વામી

બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ટિ પામે સ્વામી પંચ પરમેષ્ટિ પામે
પરમહંસ પદ પામી
પરમહંસ પદ પામી
જ્ઞાન અજ્ઞાન લણે
જય સીમંધર સ્વામી

ત્રીજી આરતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે
નિરાશ્રિત બંધન છૂટે
નિરાશ્રિત બંધન છૂટે
આશ્રિત જ્ઞાની થયે
જય સીમંધર સ્વામી

ચોથી આરતી સ્વામીની તીર્થંકર ભાવિ સ્વામી તીર્થંકર ભાવિ
સ્વામી સત્તા દાદા કને
સ્વામી સત્તા દાદા કને
ભરત કલ્યાણ કરે
જય સીમંધર સ્વામી

પંચમી આરતી સ્વામીની કેવળ મોક્ષ લહે સ્વામી કેવળ મોક્ષ લહે
પરમ જ્યોતિ ભગવંત હું
પરમ જ્યોતિ ભગવંત હું
અયોગી સિદ્ધપદે
જય સીમંધર સ્વામી

એક સમય સ્વામી ખોળે જે માથું ઢાળી નમશે સ્વામી માથું ઢાળી નમશે
અનન્ય શરણું સ્વીકારી
અનન્ય શરણું સ્વીકારી
મુક્તિપદને વરે
જય સીમંધર સ્વામી

એક સમય સ્વામી ખોળે જે માથું ઢાળી નમશે સ્વામી માથું ઢાળી નમશે
અનન્ય શરણું સ્વીકારી
અનન્ય શરણું સ્વીકારી
મુક્તિપદને વરે
જય સીમંધર સ્વામી
જય સીમંધર સ્વામી
જય સીમંધર સ્વામી

અહો સ્વામી સીમંધર

અહો સ્વામી સીમંધર અરીહંત જીનેશ્વર
વર્તમાને ઉપકારી અચર સચર દેરાસર

અહો દાદા ભગવાન

અહો દાદા ભગવાન ચૌદ લોકના છો નાથ
અક્રમ વિજ્ઞાની સીમંધરી એજન્સી

ભરતક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન ને
નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું

દાદા આરતી

જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન
આરતી કરી જીવ ટાળે
આરતી કરી જીવ ટાળે
રૌદ્ર આર્ત અપધ્યાન
જય દાદા ભગવાન

પ્રગટ દીવો આ દાદા કેરો જગ પ્રકાશમાન કરે દાદા જગ પ્રકાશમાન કરે
જગકલ્યાણે પ્રગટ્યા
જગકલ્યાણે પ્રગટ્યા
અક્રમ જ્ઞાન અવતાર
જય દાદા ભગવાન

પહેલી આરતી દાદા ની ત્રિવિધ તાપ ટાળે દાદા ત્રિવિધ તાપ ટાળે
સર્વ અવસ્થા સમાધિ
સર્વ અવસ્થા સમાધિ
શુદ્ધાત્મા જ્યોત જલે
જય દાદા ભગવાન

બીજી આરતી દાદા ની કેવળ દર્શન કરે દાદા કેવળ દર્શન કરે
પોષાય ના પોષાય જગે
પોષાય ના પોષાય જગે
ક્રિયામાં અકર્તા
જય દાદા ભગવાન

ત્રીજી આરતી દાદા ની કેવળજ્ઞાન પામે દાદા કેવળજ્ઞાન પામે
સ્વસંવેદન શક્તિ
સ્વસંવેદન શક્તિ
બ્રહ્માંડ પ્રકાશે સ્વયં
જય દાદા ભગવાન

ચોથી આરતી દાદા ની અદીઠ તપ કરે દાદા અદીઠ તપ કરે
જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી
જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી
સ્વ ચારિત્ર લહે
જય દાદા ભગવાન

પંચમી આરતી દાદા ની કલ્યાણભાવ ભાવે દાદા કલ્યાણભાવ ભાવે
તીર્થંકર પદ પામી
તીર્થંકર પદ પામી
જગ કલ્યાણ કરે
જય દાદા ભગવાન

દાદા આરતી કેવળ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે
એક કૃપા અમીદૃષ્ટિ
એક કૃપા અમીદૃષ્ટિ
તરણ તારણ તારે
જય દાદા ભગવાન
દાદા આરતી કેવળ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે
એક કૃપા અમીદૃષ્ટિ
એક કૃપા અમીદૃષ્ટિ
તરણ તારણ તારે
જય દાદા ભગવાન
જય દાદા ભગવાન
જય દાદા ભગવાન

પ્રગટ દાદા સ્તુતિ

જ્ઞાનાંજન હે પરમાનંદમ્ હે દાદા જય સત ચિત્ આનંદ
નિરંજન સિદ્ધ અરિહંતાણમ્ હે દાદા તે મૂળથી ચરમસ્પંદ
મુખ મુદ્રા મનહર જનવલ્લભ મુરલી મનોહર જ્ઞાન સુધામૃત
બાહ્યાંતર નિર્ગ્રંથિ સમરસ દશા અહો વીતરાગ અનુપમ
આત્માનંદી પુષ્ટિ વચનબળ નિષ્કામી કરુણામય પલ પલ

પ્રગટ દીવો આ જ્યોતિ ઝળહળ
જગ આખાનું ટાળો દળદર
પ્રગટ દીવો આ જ્યોતિ ઝળહળ
જગ આખાનું ટાળો દળદર

નિર્ભેદી આ અબુધ પડછંદ અનંત ગુણ જય સચ્ચિદાનંદ
કરુણા સાગર હે પરમાતમ્ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ્
મોક્ષ સંબંધી શાશ્વત શરણમ્
શરીર છતાંય અશરીરી ભાવે
શરીર છતાંય અશરીરી ભાવે
વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું
વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું
દાદા ભગવાન ને નમસ્કાર કરું છું
દાદા ભગવાન ને નમસ્કાર કરું છું

રાજીપો

સર્વ દેવ લોકનો રાજીપો જ્ઞાની પદ
તેથી જ મહાત્માઓ ફરી શકે નીડર
કોઈ પણ મહાત્મા ને ઉપસર્ગ
કોઈ પણ મહાત્મા ને પરિષહ આવે ત્યારે
દાદાજી ધરે છે બેઉ હાથું
મોકલે છે લશ્કર આખું
મોક્ષ દાન સાથે અભયદાન ખાસ્સું
હૃદય કમળ માં દાદાજી સ્થાપું
મૂર્તા મૂર્ત મોક્ષ ની જ્ઞાન ભક્તિ પ્રાથુ
દાદા દાદા બોલતા ન થાકું
દાદા દાદા દાદા બોલતા ન થાકું
દાદા દાદા બોલતા ન થાકું
દાદા દાદા બોલતા ન થાકું
દાદા દાદા બોલતા ન થાકું

જગત કલ્યાણની ભાવના

હે દાદા જગ કલ્યાણ કરો
સૌ જીવો મોક્ષ જ્ઞાન પામો
દુનિયા ના અંતરાયો તૂટો
સ્વામી સૌ ને શરણે લો

હે દાદા જગ કલ્યાણ કરો
સૌ જીવો મોક્ષ જ્ઞાન પામો
દુનિયા ના અંતરાયો તૂટો
સ્વામી સૌ ને શરણે લો
हे दादा जग कल्याण करो सभी जीव मोक्ष का ज्ञान पाएं
दुनिया के विघ्न टले स्वामी सब को शरण में ले
Oh Dada bring salvation to the world May all living beings attain knowledge of the self
May the worlds obstacles disappear Swami grant shelter to all



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link