Dada Deh Mandir

દાદા દેહ મંદીરની સેવા તમે કરી જે નીરુમા

દાદા દેહ મંદીરની સેવા તમે કરી જે નીરુમા
આતમ નોખા દેહ એક જેમ થાય અહો અહો નીરુમા
દાદા દેહ મંદીરની સેવા તમે કરી જે નીરુમા
આતમ નોખા દેહ એક જેમ થાય અહો અહો નીરુમા
દાદા શબ્દ જ સાંભળતા થઈ મળવાની તાલાવેલી
જોતાં સેવાભાવ જાગ્યો રહ્યાં વીસ વર્ષ સઘળું મેલી
તે વીસ વર્ષ સઘળું મેલી ને ત્યાગી જાહોજલાલી
તે વીસ વર્ષ સઘળું મેલી ને ત્યાગી જાહોજલાલી
દાદા દેહ મંદીરની સેવા તમે કરી જે નીરુમા
આતમ નોખા દેહ એક જેમ થાય અહો અહો નીરુમા

દાદાજીના મનને શબ્દો વિના સાંભળતા
ટૂથપીકથી ટેપરેકર્ડર સઘળું માગ્યા વિણ ધરતા
દાદાજીના મનને શબ્દો વિના સાંભળતા
ટૂથપીકથી ટેપરેકર્ડર સઘળું માગ્યા વિણ ધરતા
હો રસોડું કે હો દાદાની વાણી
હો પી.આર.ઓ. કે સત્સંગની લ્હાણી
બાવીસ પુત્રોની શક્તિ મા એક તુજમાં સમાઈ
બાવીસ પુત્રોની શક્તિ મા એક તુજમાં સમાઈ
દાદા દેહ મંદીરની સેવા તમે કરી જે નીરુમા
આતમ નોખા દેહ એક જેમ થાય અહો અહો નીરુમા

શબ્દો દાદાજીના દીધા કદી ના પડવા
ધરી જગતને અખંડ વાણી જ્ઞાનીને ઓળખવા
શબ્દો દાદાજીના દીધા કદી ના પડવા
ધરી જગતને અખંડ વાણી જ્ઞાનીને ઓળખવા
સિધ્ધાંતિક મણકા એક એકને પરોવી
માળા બનાવી ગ્રંથો છપાવી
વિજ્ઞાન આખું મા તે તો હૃદયમાં લીધું સમાવી
વિજ્ઞાન આખું મા તે તો હૃદયમાં લીધું સમાવી
દાદા દેહ મંદીરની સેવા તમે કરી જે નીરુમા
આતમ નોખા દેહ એક જેમ થાય અહો અહો નીરુમા

દાદાજીનો વિરહો હરપળ હૈયે ભારી
છતાં રાજમાતા જેમ ચાલ્યા અક્રમ રથ હંકારી
દાદાજીનો વિરહો હરપળ હૈયે ભારી
છતાં રાજમાતા જેમ ચાલ્યા અક્રમ રથ હંકારી
ભાવિ સેનાને તૈયાર કરી તે
દાદાના અંતિમ શબ્દો ધરી તે
કર્યે જા તું દાદાનું કામ હું છું તારી સાથે
કર્યે જા તું દાદાનું કામ હું છું તારી સાથે
હું છું તારી સાથે હું છું તારી સાથે
પ્રત્યક્ષ દેહ મંદીરની સેવા તમે કરી જે નીરુમા
આતમ નોખા દેહ એક જેમ થાય અહો અહો નીરુમા
ઓ નીરુમા ઓ નીરુમા
ઓ નીરુમા ઓ નીરુમા



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link