Niruma Special Melody

કરુણા નીતરતી આંખડી અને રુદીયે પ્રેમ અપાર
હાસ્ય રમતું મુખ પર સદા એ છે નીરુમા માત

નીરુમાની યાદ આવે અમને દિવસ રાત
નીરુમાની યાદ આવે અમને દિવસ રાત
આંખો શોધી રહી ક્યાં ક્યાં તમને આજ આતુર દર્શન કાજ
નીરુમાની યાદ
નીરુમાના પ્રેમનો રે રંગ મને લાગ્યો જીવનમાં
નીરુમાના પ્રેમનો રે રંગ મને લાગ્યો જીવનમાં
હે હવે નથી કોઈની પરવા કે રંગ મને લાગ્યો જીવનમાં
હે હવે નથી કોઈની પરવા કે રંગ મને લાગ્યો જીવનમાં
હાં નીરુમાના પ્રેમનો રે રંગ મને લાગ્યો જીવનમાં
નીરુમાના પ્રેમનો રે રંગ મને લાગ્યો જીવનમાં

વીતરાગી પ્રેમની છાંટ પામે અહો ધન્ય અમારી યુવાની થઈ
એ પ્રેમ અવતારને જોઈ જોઈ પ્રેમના અંશો પ્રગટ્યા અમારી મહીં
ભીંજાયા દિલડા મહીં જોઈ વીતરાગ પ્રેમી
અમે સહુ ઉઠ્યા ગાઈ ઘણું જીવો હે જ્ઞાની
આનંદ ઉલ્લાસે કરી તૃપ્ત હૃદય ધરી
અમે સહુ ઉઠ્યા ગાઈ ઘણું જીવો હે જ્ઞાની
તારા ચીંધેલા માર્ગે પગલા હું નાના માંડું
સરકું સરસર ચાલતા હું પડવા જાઉ ત્યારે
સરકું સરસર ચાલતા હું પડવા જાઉ ત્યારે
ખોળો પાથરી વારે વારે ઝીલી લેતી તું જ્યારથી
તારી હૂંફે મારું જીવન હૂંફાળું હૂંફાળું લાગે
તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે
તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે
ઓ નીરુમા નીરુમા
ઓ નીરુમા નીરુમા
ઓ નીરુમા નીરુમા
ઓ નીરુમા નીરુમા
પ્રેમથી રહેજો સહુ સંગાથ
પ્રેમ સ્વરૂપ થઈ અભેદભાવ
પ્રેમ સ્વરૂપ થઈ અભેદભાવ
દિલડું ચોખ્ખું નિર્મળ આંખ
મનડું મોટું વદને હાસ્ય
ઘાટ વગરનો શુદ્ધ વ્યવહાર
કોઈથી અંતરપટ ના લગાર
પ્રેમથી રહેજો સહુ સંગાથ
પ્રેમ સ્વરૂપ થઈ અભેદભાવ
હસેં વો જબ તૃપ્તિ હો
બોલે વો જબ શક્તિ હો
દેખે વો જબ મુક્તિ હો
છૂએ વો જબ શુધ્ધિ હો
બોલો કૌન હૈ વો દિલકે કરીબ
નીરુમા પ્યારી હમારી મા પ્યારી હૈ નીરુમા
કિસીકો જો કહે સકે ના બાત ઐસી ઉનસે કહે હમ હા હા
કોઈ ડર ના મનમેં રહેં વો ક્યા સોચે
કોઈ ડર ના મનમેં રહેં વો ક્યા સોચે
કહેં હમ જબ હલ્કે હો
સુને વો જબ શાંતિ હો
બોલો કૌન હૈ વો પરમ મિત
નીરુમા પ્યારી હમારી મા પ્યારી હૈ નીરુમા
સપનામાં આવી જઈ સંકેતો આપી ગઈ
અમે ગ્યા જ નથી કંઈ હાજર કાયમ અહીં
અમે ગ્યા જ નથી કંઈ હાજર કાયમ અહીં
દિલથી જ્યારે મને યાદ કરશું દઈશું દર્શન મહીં
ઓહોહો કરુણામયી
સ્થુળ દેહતણું આવરણ તૂટતા
સૂક્ષ્મ સ્વરૂપ નીરુમા
બમણું કરે છે કલ્યાણ
બમણું કરે છે કલ્યાણ
બસ આટલી વિનંતી સાંભળ અમારી મા
સ્વરૂપ પ્રેમ તણું આપજો આપના જેવું
સ્વરૂપ પ્રેમ તણું આપજો આપના જેવું
કરોડા દિલમાં વાસ માડી
અક્રમના મલ્લિનાથ
નીરુમા તણો જય કાર
સ્થુળ દેહતણું આવરણ તૂટતા
સૂક્ષ્મ સ્વરૂપ નીરુમા
બમણું કરે છે કલ્યાણ
બમણું કરે છે કલ્યાણ
બમણું કરે છે કલ્યાણ

પ્રેમ સભર એ આંખીમાંથી વાત્સલ્ય ઉભરાય
એ અવિરત ધારા પીવાથી હૃદય તૃપ્તિ થાય
એ આંખો ચિત્તમાં ચોંટી જાય
ભટકવાનું ચિત્ત ભૂલી જાય
ભટકવાનું ચિત્ત ભૂલી જાય
અમારા દિલમાં વસે નીરુમા અમને પ્યારા લાગે મા
અમારા દિલમાં વસે નીરુમા હો અમને પ્યારા લાગે મા
ભૂલો વેળો પ્રેમથી વાળે એ આપે સમજણ ખાસ
હિંમત આપે સાથે એવી ટકવા સમર્થ થાય
ભૂલોથી પોતે અળગો થાય ફરી એ ભૂલ તરફ ના જાય
ભૂલોથી પોતે અળગો થાય ફરી એ ભૂલ તરફ ના જાય
અમારા દિલમાં વસે નીરુમા હો અમને પ્યારા લાગે મા
અમારા દિલમાં વસે નીરુમા હો અમને પ્યારા લાગે મા



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link