Patit Jana Pavani

Patit jana pavani, sur sarita sami, adham uddharini Atmasiddhi
Janma janmantaro janta jogie, atmanubhav vade aaj didhi
Bhakt Bhaghirath sama, bhagyashali maha, bhavya Saubhagyani vinatithi
Charutar bhoomina nagar Nadiadma, purna krupa Prabhue kariti

Yaad nadini dhare, naam Nadiad pann, charan chumi mahapurushona
Param Krupaluni charanraj santni, bhaktibhoomi harey chitt sauna
Sameep rahi ek Ambalale tahi, bhakti kari deep hathe dharine
Eki kalame kari puri Krupalue, aso vad ekame 'Siddhijine.

પતિત જન પાવની, સુર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ
જન્મ જન્માંતરો જાણતા જોગીએ, આત્મઅનુભવ વડે આજ દીધી
ભક્ત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતિથી
ચારુતર ભૂમિના નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી'તી

યાદ નદીની ધરે, નામ નડિયાદ પણ, ચરણ ચૂમી મહાપુરુષોના
પરમકૃપાળુની ચરણરજ સંતની, ભક્તિભૂમિ હરે ચિત્ત સૌના
સમીપ રહી એક અંબાલાલે તહીં, ભક્તિ કરી દીપ હાથે ધરીને
એકી કલમે કરી પૂરી કૃપાળુએ, આસો વદ એકમે 'સિદ્ધિજીને



Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com

Link