Amar Ambalal Na

અમર અંબાલાલાના દાદા ભગવાનના

અમર અંબાલાલના દાદા ભગવાનના
વાણી કીર્ણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના (૨)
વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના
ગૂઢ સૂત્ર ધ્યાનનાં નિગૂઢ શુદ્ધાત્માના (૨)
સમંદરની ભરતીને કોઈ દી રોકાણ ના
સમયની સવારી કોઈથી બંધાય ના (૨)
પ્રેમ અને પુષ્પ બેઉ સ્વયંભૂ છે વિશ્વમાં
કાદવનાં ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના (૨)
વિરાગીને વંદના ઊર્ધ્વગામી અર્ચના
ચેતન ચિરંતનની એક જ ઝંખના (૨)
વનરાનાં બાળકો ફૂલ ઘણાં જનમે
ફૂલડાં ઝંખે છે જનની એક જ લગને (૨)
જ્ઞાનદૂધે પોષ્યાં ઘણાં બાળકો છે તમને
વાત્સલ્યમૂર્તિ તમે એક જ મા અમને (૨)
બાળક ને માનું મિલન હૈયાનું હેત વહન
છલકંતા દુગ્ધશુકલે ચેતનની મહેકી મોસમ (૨)
લખ રે ચોરાશીની ટળી ગઈ સ્પંદના
ચિરંતન ચેતના સહજાત્મ સ્ફુરણા (૨)
અમર અંબાલાલના દાદા ભગવાનના
વાણી કીર્ણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના (૨)



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link