Hun to Pooja Karish Raj

હું તો પૂજા કરીશ

હું તો પૂજા કરીશ રાજ રાજ સીમંધરની પૂજા કરીશ
તારું સ્વરૂપ મુજમાં મેં દીઠું પ્રભુ
શ્રેય સિદ્ધ મહાપદ ઊભું કીધું
મારા હોજો કરોડો પ્રણામ
સીમંધરની પૂજા કરીશ
દોષો અનંત અવગુણ મારા પ્રભુ
આત્મા-અનાત્મા કશુંયે ન જાણું પ્રભુ
માફ કરજો ગુનાઓ તમામ
સીમંધરની પૂજા કરીશ
અંતઃકાળે સ્વરૂપે પ્રગટજો પ્રભુ
કૃપા કરીને હાથ પકડજો પ્રભુ
હું તો જોઈશ જરૂર તમારી વાટ
સીમંધરની પૂજા કરીશ
તારા વિરહોમાં દિન રાત જલતો પ્રભુ
તારા મિલનને પલ પલ ઝંખતો પ્રભુ
ક્યારે પૂરી થશે મારી આશ
સીમંધરની પૂજા કરીશ



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link