Simandhar Swami Na Pratyaksh

સીમંધર સ્વામીના પ્રત્યક્ષ દર્શન

સીમંધર સ્વામીનાં પ્રત્યક્ષ દર્શન થાજો અમને
મહાવિદેહ ક્ષેત્રે મનુષ્ય દેહ જ હોજો અમનેસીમંધર સ્વામીનાં
પખાળીશું ચરણ પવિત્ર નીરથી નિત્ય પ્રભુનાં(૨)
મારા રૂંવેરૂંવા લાગી જશે સેવામાં પ્રભુનાં સીમંધર સ્વામીનાં
હરખશે હૈયું ત્યાં કરતાં દરશન એ નયનનાં(૨)
ઢળી જાશે મસ્તક ત્યાં ઉમંગે અનન્ય શરણનાં
વહી જશે અશ્રુ ત્યાં કરતાં દરશન એ પ્રભુનાંસીમંધર સ્વામીનાં
ભરી જશે હૃદય ત્યાં વિરહો વિરમશે પ્રભુનાં
પ્રભુ પ્રેમે ઝીલશે ત્યાં ચરણમાં હૈયું ઝુકવતા(૨)
પ્રદેશો ખુલશે આત્માનાં કેવળ દર્શન થાશે પ્રભુનાં(૨)સીમંધર સ્વામીનાં
સુણી કર્ણો ઠરશે ત્યાં શ્રીમુખે ઝરતી એ દેશના
રંગાશે મુજ હૃદય ત્યાં સમોવસરણનાં સ્પંદનમાં(૨)
કેવળ જ્ઞાન પ્રગટશે જ્યાં હટતાં અંતિમ આવરણ ત્યાં (૨) સીમંધર સ્વામીનાં



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link