Charnoma Sthan Prabhu

ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે

મહાવિદેહ ક્ષેત્રે સ્થાપો સીમંધર સ્વામી રે

સાત્યકીના જાયા શ્રેયાંસ નંદન
દાદાની સાક્ષીએ સ્વીકારો વંદન
ભવની ભટકામણ ટાળો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે

પુંડરગીરીના રાજેન્દ્ર રાજન
રૂકમણી કંથા ભવભય ભંજન
અસીમ કૃપા વરસાવો સીમંધર સ્વામી રે
અસીમ કૃપા વરસાવો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે

અબુધ અજ્ઞાની કાંઈ ન જાણું
દાદાની આજ્ઞાનું એક જ ગાણું
મોક્ષ મહાદ્વાર ખોલો સીમંધર સ્વામી રે
મોક્ષ મહાદ્વાર ખોલો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે

દાદાએ બેસાડ્યા મોક્ષની લિફ્ટમાં
અંતિમ સત્તા હવે આપના હાથમાં
સિદ્ધસ્થાનકે સ્થાપો સીમંધર સ્વામી રે
સિદ્ધસ્થાનકે સ્થાપો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે

વર્તમાને આપ છો એક જ ઉપકારી
અરિહંત જિનેશ્વર ભરતાનુબંધી
કેવળ જ્ઞાન પ્રગટાવો સીમંધર સ્વામી રે
કેવળ જ્ઞાન પ્રગટાવો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે

પાંચાંગુલી પદ્માવતી સહાય કરજો
ચાંદ્રાયણ યક્ષદેવ સંગાથ રહેજો
સંસારી વિઘ્ન સહુ ટાળો સીમંધર સ્વામી રે
સંસારી વિઘ્ન સહુ ટાળો સીમંધર સ્વામી રે
દાદા દિક્ષિત આવ્યો સીમંધર સ્વામી રે
દાદા દિક્ષિત આવ્યો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે
મહાવિદેહ ક્ષેત્રે સ્થાપો સીમંધર સ્વામી રે
મહાવિદેહ ક્ષેત્રે સ્થાપો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે
ચરણોમાં સ્થાન પ્રભુ આપો સીમંધર સ્વામી રે

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link