He Simandhar Swami Tum

હે સીમંધર સ્વામી

હે સીમંધર સ્વામી તુમ શરણોમાં લેજો
હે કેવલ સંધાની ભવ પાર કરી દેજો

ભારતનું ઋણાનુબંધ ધનવંતરી ત્રિલોકે
અરિહંત મટાડે રોગ જગ ભોગ બધાં ખોટે
મુજ હૃદયમાં આવી અંદર સ્થિરતા કરજો
હે સીમંધર સ્વામી તુમ શરણોમાં લેજો

તમે પોતે પ્રતિનિધિ અને જાતે હાજર છો
મુર્તિ ના દર્શન થી અ મુર્ત ની ઓળખ છો
નિદ્વિલને જાગૃત કર નિત સપના માં રે જો
હે સીમંધર સ્વામી તુમ શરણોમાં લેજો

તમે આવી શકો નહીં અહીં હું પહોંચી શકું નહીં ત્યાં
વાતાવરણો છે જુદાં પ્રભુ દૈહિક મુંઝવણમાં
હે ચેતન કલ્યાણી સંધાન કરી દેજો
હે સીમંધર સ્વામી તુમ શરણોમાં લેજો

પદ્માસન છોડીને ભારત ઉપર ઘૂમો
પદ્માસન છોડીને ભારત ઉપર ઘૂમો
વિરહાગ્નિ બાળે છે છાતીએ ભર્યો ડૂમો
કયા આધારે જીવું મુજ બે હાલી દેખો
હે સીમંધર સ્વામી તુમ શરણોમાં લેજો

સર્વોચ્ચ તબક્કો છે જ્ઞાની ના મિલનનો
સર્વોચ્ચ તબક્કો છે અરિહંત ના મિલનનો
કહેવાનું ઘણું હો ને કશું યાદ જ ના આવે
આ દેહ છૂટે ત્યારે મહાવિદેહે ખેંચો
હે સીમંધર સ્વામી તુમ શરણોમાં લેજો

કયાં પાપોનાં ફળથી દુનિયામાં ભટકતો છુ
કયાં સંબદ્ધા ઋણથી હું ભારત જન્મયો છુ
કઈ પુણ્યૈનાં પૂંજથી દાદાને મળ્યો છુ
દાદાને મળ્યો છુ
આ સર્વ ખુલાસાઓ શરણોમાં લઈ લેજો
હે સીમંધર સ્વામી તુમ શરણોમાં લેજો
હે કેવલ સંધાની ભવ પાર કરી દેજો



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link