Divya Prem Na Aap Chho Data

દિવ્યપ્રેમના આપ છો દાતા, આપની કરુણા અપરંપાર,
નિશ્ચય નિષ્ઠા એવી દેજો, તું જીવન આધાર,
દિવ્યપ્રેમના આપ છો દાતા

તારી પ્રીતની રીત છે ન્યારી, સરળતાનો છે શણગાર,
તવ અનુપમ દર્શન કરતાં, આનંદાનંદ અનરાધાર,
દિવ્યપ્રેમના આપ છો દાતા

સુહૃદભાવ તણું નિર્મળ આ, જીવન ઝરણું વહેતું જાય,
હે ભગવન્ સહુ તું ને તારા, દિવ્ય સદાય સહજ મનાય,
દિવ્યપ્રેમના આપ છો દાતા

ઓ સાહેબજી! હૃદયના પ્રાણ, પ્રસન્નતા તવ બને ધબકાર,
રગ-રગમાં વહે આપનો મહિમા, કણ-કણમાં તું છે સાકાર,
દિવ્યપ્રેમના આપ છો દાતા



Credits
Writer(s): Amit Thakkar, Rahul Patel, Yesha Patel
Lyrics powered by www.musixmatch.com

Link