Kholya Duniya Ma Hari

તીરથ અડસઠ દર્શન કીધાં, કંઈ કીધાં ગંગાસ્નાન
તપ વ્રત જપ કરી દાન દીધાં, મળ્યા સાહેબરૂપ ભગવાન

ખોળ્યા દુનિયામાં હરિ, ખૂંધ્યાં ધરતી ગેબ
મળ્યા હરિ મા-બાપમાં, હરિરૂપે સાહેબ

સેવા હો મા-બાપની ને સંતની ભાગ્યે સદા,
આંતરડી એની ઠારી તો, તીરથ થ્યાં પૂરાં બધાં,
ખોળ્યા દુનિયામાં હરિ

જીવન હો નરવું અમારું, વિનયી ને ગુણવાન,
કામ ઊજળાં કરીએ તે, મા'ભોમનાં સન્માન,
ખોળ્યા દુનિયામાં હરિ

સંગ સારો હોય સાચો, સંતનો હો જોગ,
વચન સંતનાં હો જીવન, તેના માફ સર્વે રોગ,
ખોળ્યા દુનિયામાં હરિ

સાહેબદાદા મારા સાહેબદાદા (૨) હરિરૂપે મળ્યા સાહેબદાદા



Credits
Writer(s): Rahul Patel, Yesha Patel
Lyrics powered by www.musixmatch.com

Link