Marji Tamari Samji Sahebji

મરજી તમારી સમજી સાહેબજી જીવન જીવતાં રહીએ,
દૃષ્ટિ તમારી કેવળ પ્રભુમાં અમારો માર્ગ તે બને,
મરજી તમારી સમજી સાહેબજી...
ગુરુવચનમાં હર પલ જીવ્યા સત્કર્મ અમ તે બને,
મરજી તમારી સમજી સાહેબજી...
પ્રેમ અમ પર અવિરત વરસે સંબંધ પવિત્ર તે બને,
મરજી તમારી સમજી સાહેબજી...
સ્મૃતિ દિલમાં અખંડ તમારી હૈયાં ધબકતાં રહે,
મરજી તમારી સમજી સાહેબજી...
હાથ પકડી કર્યા સનાથ બનીએ દાસના દાસ,
મરજી તમારી સમજી સાહેબજી...



Credits
Writer(s): Krutarth Talavia, Sadhu Saumyadasji
Lyrics powered by www.musixmatch.com

Link