Jay Ho Jay Jay Swaminarayan Jay Ho

જય જય સ્વામિનારાયણ જય હો,
જય જય બ્રહ્મજ્યોતિની જય હો,
જય જય સાહેબજીની જય હો,
કળશ મહોત્સવની જય જય હો...

મધ્ય મંદિરે સર્વોપરી શ્રી સહજાનંદ બિરાજે,
મુક્તાક્ષર પુરુષોત્તમ રૂપે ઉપાસ્ય મૂર્તિ શોભે,
શાસ્ત્રીજી ગુરુ યોગીજીની અનંત દિવ્ય કૃપાએ,
ડંકા દિગંતે વાગે...
જય જય...

અક્ષરમહોલે દિવ્ય ગુણાતીત સ્વરૂપો દર્શન દે છે,
નવધા ભક્તિ ને ઉપાસનાના અનુપમ સ્તંભ શોભે છે,
સૌ ગુણાતીત બ્રહ્મસ્વરૂપો રૂડી આશિષ દે છે,
સાથે પ્રગટજી સ્વયં બિરાજે...
જય જય...

બ્રહ્મજ્યોતિ નૂતન તીર્થે ગુરુ યોગીની દિવ્ય સ્મૃતિ,
સ્વર્ણ રૂપે અભિષેક મંડપમાં બિરાજે શ્રી હરિકૃષ્ણજી,
મહેક જ્યાં કાકા-બાની છે તે દિવ્ય બ્રહ્મસમાધિ,
શાશ્વત તીરથમાં છપૈયા-ધારી...
જય જય...

કળશ મહોત્સવ આવ્યો, લાવ્યો આનંદની ઉજાણી,
સાહેબજીની પ્રસન્નતાના ચઢે કળશ એ અરજી,
સર્વત્ર અમ ભક્તહૃદયે પ્રભુની સત્તા સ્થપાય,
સાહેબ અંતરે રાજી થાય...
જય જય...



Credits
Writer(s): Krutarth Talavia, Rahul Patel, Sadhu Sarjudasji
Lyrics powered by www.musixmatch.com

Link